Saturday, May 31, 2008

લો, તૂટ્યા સંદર્ભના રંગીન ચશ્મા....હાય...હાય...
નગ્ન થઈ ગઈ એ પછી આખી'ય દુનિયા..હાય..હાય..
-અલ્પેશ 'પાગલ'
માણસે
ફૂલોને કેદ કરવા
બનાવ્યું
'ફ્લાવર વાઝ'.....
પણ
ફૂલોએ ખુશ્બૂ પ્રસારી
માણસને 'ડિંગો' બતાવી દીધો.......
-અલ્પેશ 'પાગલ'
થૈ ગયું જ્યા બધુ જ જર્જર છે, એ પુરાણું શહેર ત્યાગું છું,
જ્યાં મકાનો નવીન ઢબના હો, એક એવું નગર વિચારું છું.
-દિપક બારડોલીકર.

હવામાનનો વર્તારો સંભળી
તમે નીકળી તો પડ્યા છો
હાથમાં છત્રી લઈ
પણ
તમને ખબર નથી
કે
વરસાદના પરમ સખા પવનને
આ ગમતું નથી,
એથી એ બનાવી દે છે
તમારી છત્રીનો કાગડો.......
અને
કાગડાની પાછી
છત્રી બનાવવાની
ઇજાઝત
વરસાદ આપતો નથી.....
-અલ્પેશ પાગલ.
હું માણસ છું નથી કૈ બાવલું કોઈ,
મને ના આમ કરકોલો હવે યારો.
-દિપક બારડોલીકર.

અમે એના સહારે લાખ મઝધારો તરી બેઠા,
તમે જે કાષ્ઠને કહેતા હતા કશ્તી ગણાશે નૈ.
-ધ્રુવ ભટ્ટ
સાત સમંદર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી,
ઝંઝા બોળલી ખમ્મા ખમ્મા,હિમ્મત બોલી અલ્લા-બેલી.
-શૂન્ય

કિસ્મતોની સાથતું ખોટો લડે છે,
શું ખબર કે કોણ કોને ક્યાં નડે છે.

શું હશે જે આંસુ થઈને નિકળે છે,
સ્વપ્ન ઇચ્છા કે બીજું શું પીગળે છે.

સૌને એક જ વાત અહિયા સાંકળે છે,
કોઈ રગ સૌની અહી કાયમ કળે છે.

આંખ જુદી,દિલ જુદુ,વિચાર જુદા,
શુ ખબર કે ક્યાં હવે લશ્કર લડે છે.

તું ઉભો છો જિંદગીના સ્ટેજ ઊપર,
કર અભિનય જેવો તુજને આવડે છે.

આ નથી અભિમાન કૈ ફિતરત છે આ તો,
ક્યાં કદી પણ સિંદરીના વળ બળે છે ?

રોજનિશી સાચવું દર્પણમાં 'પાગલ',
મારી વાતો એ જ કાયમ સાંભળે છે.
-અલ્પેશ પાગલ.
એક સપના ભેગું સપનું થઈ જવાયું,
એક સૂરત ઢાળતા થાકી જવાયું .
-અલ્પેશ પાગલ.
આખું શહર જાણે મિંચાયેલી આંખ છે,
એમા રમેશ આવ્યો છું સપનાની જેમ હું.
-રમેશ પારેખ


કદાચિત હું ફાટી પડું વિફરું,
ન છેડો અણુંનું હું તોફાન છુ.
-દિપક બારડોલીકર.
મહાસ્ફોટથી વિસ્તરેલા જગતના રહસ્યોને ખોલું છું પરદો હટાવો,
સભાજન સહું ચીત ધરજો કથાનુંપ્રથમ પોત તોડું છું પરદો હટાવો.
-ધ્રુવ ભટ્ટ
हमने तो सारी उम्र अकेले सफर किया,
हम पर किसी खुदाकी इनायत नही रही !
-दुश्यंत कुमार
આ તારા ઘરની બારી
તો ખાલી.......
સ્વપ્નમાં જ ખૂલે છે.,,,..
-અલ્પેશ પાગલ.
દ્રશ્યોમાં એક ધારી ભાષા નથી તો શું છે ?
અર્ધી ખૂલેલ બારી ભાષા નથી તો શું છે ?
- નિર્મિશ ઠાકર.