Friday, July 4, 2008



ना जाने क्यां किया कै निगाहे उछालके,
झालिम वो ले गया है कलेजा निकालके।

उसकी निगाहे-शौकने उलझाके रख दिया,
सौ सौ जवाब देती है इक ही सवालके।

तन्हाईओके वक्तमे मै काम आउंगा,
बिस्तरके पास रख मेरे किस्से संभालके।

मैने कहा जो सच तो वो भी बेअसर रहा,
वो झूठ कह रहा था हकिकत मे ढालके।

देख्रे दवाई कडवी सी क्या काम देती है,
मै मेरे गमको पी गया अबके उबालके।

'पागल' कुरेदता है वो झख्मे हयातको,
वो रोझ पूछता है खबर हालचालके ।
-अल्पेश 'पागल'

ક્યારેક મોહરું હાસ્યનું ટીંગાડી દો ખીંટીં ઉપર,
ને આંસું સાથે છુટથી ક્યારેક ઓગળતા રહો.
- અલ્પેશ 'પાગલ'
આ ક્યાય લઈ જાતા નથી રસ્તા કદી-કદી,
અટવાયા કરતા હોય છે પગલા કદી-કદી.
- અલ્પેશ 'પાગલ'
સળગે પતંગા માત્ર કઈ એવો નથી નિયમ,
આજે ફના થઈ જાય છે શમ્મા કદી-કદી.
- અલ્પેશ 'પાગલ'

જ્યાં સુધી એક-બે ઝખ્મ કળતા હશે,'પાગલ' આ શબ્દ સળવળતા રહેશે નકી,
જ્યા સુધી બળતી શ્બ્દોની શમ્મા હશે, જિંદગી ચાલશે, ચાલવી જોઈયે.
- અલ્પેશ 'પાગલ'
રાતને બહું પ્રેમથી પોકારતા,
એક ચાંદ રાતે હાથમાં આવી ગયો.
- અલ્પેશ 'પાગલ'
कौन समझाते तुझे कि क्या हुवा है ,
आईनेसे अक्स तेरा ला-पता है,
आनेसे डरती है अब मासूम परीयां,
सच यही है ख्वाब बुढ्ढा हो गया है.
-अल्पेश 'पागल'
બોલ એના વાંસળી છે,
ચાલ એની ઝાંઝરી છે,
નામ એનું કાંઈ પણ હો,
આપણે મન એ પરી છે.
- અલ્પેશ 'પાગલ'

હું સુખ કે દુઃખમાં ક્યાય અટવાયા વગર,
જીવ્યા કરું છું મારા પડછાયા વગર.
- અલ્પેશ 'પાગલ'
ઝડપ તારા શહરની એટલે કહેવું પડે ભઈલા,
ફૂટી નીકળે છે અફવા આંગળી ચિંધાય એ પહેલા.
- અલ્પેશ 'પાગલ'



કેટલા હાજર-જવાબી થઈ ગયા છે.
ફૂલ સુંઘીને ગુલાબી થઈ ગયા છે.
-દિનેશ કાનાણી