
વાત ના થ્યા કેટલા ટૂકડા હવે
એક ઊડવી જોઈયે અફવા હવે
છે નવી દુનિયાના સંદર્ભો નવા
ચાલ બદલી નાખીયે ચશ્મા હવે
એજ ઘટના એજ ઈચ્છા એજ હું
તોય આવે છે નવા સપના હવે
તું મને સમજે નહીં ના હુ તને
થઈ ગયા છૈ આપણે અઘરા હવે
પ્યાસ પણ લાગી શકે છે જિન્દગી
મ્રુગ્જળોથી ખિસ્સુ ના ભરતા હવે
હુ જિવુ છુ કેટલા સંદર્ભમાં
મેં કર્યા છે મારા પણ ટુકડા હવે
ધગ્ધગે છે ટેરવા "પાગલ" અને
પીગળૅ છે શબ્દની શમ્મા હવે
- અલ્પેશ "પાગલ"
ગઝલ વિશ્વ ફેબ્રુ. ૨૦૦૯
5 comments:
અલ્પેશભાઇ, વધુ એક ચોટદાર ગઝલ માટે અભિનંદન.
પ્રિય અલ્પેશભાઈ, નમસ્તે...
સુંદર બ્લોગ બનાવ્યો છે...
અને આ સુંદર ગઝલ માટે અભિનંદન.
'Urmi' from www.urmisaagar.com
Post a Comment