
ચલ, આંસુમાંથી આપણે મૃગજળ બનાવીયે.
અખબાર સાલુ મૌનનું બહું ચાલતું નથી
તો ચીસના બે-ચાર-છ કિસ્સા છપાવીયે.
સંજોગની નદી વહે છે ક્યાં ખબર છે કઇ?
એકાદ ચમચી જેટલા અંજળ મગાવીયે.
એકાદ ચમચી જેટલા અંજળ મગાવીયે.
દુનિયા સુખી છે કે દુ:ખી એના મર્યા પછી
ઈશ્વરની વારતા જરા આગળ વધારીયે.
ઈશ્વરની વારતા જરા આગળ વધારીયે.
છઇ ચોર આપણે તો છડેચોક, જન્મજાત
આંખો ખુલી મળે અને સપનું બઠાવીયે.
આંખો ખુલી મળે અને સપનું બઠાવીયે.
નીકળી જઇયે કલ્પનાની આરપાર ચલ
એક સ્વપ્ન સાથે આપણે ફોટો પડાવીયે.
એક સ્વપ્ન સાથે આપણે ફોટો પડાવીયે.
જે છે એ સુખ કે દુ:ખ કઇ નક્કી નથી થતું
’પાગલ’ સમયના નામનો સિક્કો ઉછાળીયે.
’પાગલ’ સમયના નામનો સિક્કો ઉછાળીયે.
No comments:
Post a Comment