પાગલપણાના શહેરમાં.........
Friday, July 4, 2008
સળગે પતંગા માત્ર કઈ એવો નથી નિયમ,
આજે ફના થઈ જાય છે શમ્મા કદી-કદી.
- અલ્પેશ 'પાગલ'
જ્યાં સુધી એક-બે ઝખ્મ કળતા હશે,'પાગલ' આ શબ્દ સળવળતા રહેશે નકી,
જ્યા સુધી બળતી શ્બ્દોની શમ્મા હશે, જિંદગી ચાલશે, ચાલવી જોઈયે.
- અલ્પેશ 'પાગલ'
રાતને બહું પ્રેમથી પોકારતા,
એક ચાંદ રાતે હાથમાં આવી ગયો.
- અલ્પેશ 'પાગલ'
कौन समझाते तुझे कि क्या हुवा है ,
आईनेसे अक्स तेरा ला-पता है,
आनेसे डरती है अब मासूम परीयां,
सच यही है ख्वाब बुढ्ढा हो गया है.
-अल्पेश 'पागल'
બોલ એના વાંસળી છે,
ચાલ એની ઝાંઝરી છે,
નામ એનું કાંઈ પણ હો,
આપણે મન એ પરી છે.
- અલ્પેશ 'પાગલ'
હું સુખ કે દુઃખમાં ક્યાય અટવાયા વગર,
જીવ્યા કરું છું મારા પડછાયા વગર.
- અલ્પેશ 'પાગલ'
ઝડપ તારા શહરની એટલે કહેવું પડે ભઈલા,
ફૂટી નીકળે છે અફવા આંગળી ચિંધાય એ પહેલા.
- અલ્પેશ 'પાગલ'
કેટલા હાજર-જવાબી થઈ ગયા છે.
ફૂલ સુંઘીને ગુલાબી થઈ ગયા છે.
-દિનેશ કાનાણી
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
- અલ્પેશ "પાગલ"
About Me
pagalkavi
rajkot, gujarat, India
હું અલ્પેશ પાઠક "પાગલ" ઉપનામથી સાહિત્યનું સર્જન કરું છું.મુખ્યત્વે ગઝલ લખુ છું. ઈ.પી. એફ. ઓ. રાજકોટમાં એસ એસ એ તરીકે ફરજ બજાવું છું. હું હેન્ડિકેપ્ડ વ્યક્તિ છું. રાજકોટની જાણીતી સહિત્યિક સંસ્થા 'રચના'નો કાર્યરત સભ્ય છું. જાન્યુઆરી ૨૦૦૮માં મારા અને જિગર જોષી "પ્રેમ"ના સંયુક્ત ગઝલગ્રંથ "ઈશ્કથી અશ્ક"નું વિમોચન થયું. આ ગઝલ સંગ્રહને પ્રખ્યાત સર્જક પૂ. શ્રી રાધેશ્યામ શર્માના આશિર્વચન પ્રાપ્ત થયા છે. આજે ચો-તરફથી આ ગઝલ સંગ્રહને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. હું રચનાની ઓફિસિયલ વેબ સાઈટ rachnarajkot.orgનું જિગર જોષી "પ્રેમ" સાથે સંચાલન કરી રહ્યો છું. આ બ્લોગના મુલાકાતીઓને સુન્દર ચિત્રો, શાયરી, કવિતાઓ મોકલવા ઈજન છે. plz mail me on alpeshpagal@gmail.com
View my complete profile
Blog Archive
▼
2011
(2)
▼
December
(2)
करेगा क्या पता इसका कहा होता है यारो....ये दिल बच...
આંખોના રણમાં દ્રષ્યના મૃગલા રમાડીયે ,ચલ, આંસુમાંથ...
►
2009
(22)
►
September
(7)
►
April
(6)
►
March
(6)
►
February
(3)
►
2008
(59)
►
July
(10)
►
June
(38)
►
May
(11)