Saturday, February 28, 2009


એક સપનું રોજ છટકી જાય છે ચાલ્યા કરે છે
અંત પર આવીને અટકી જાય છે ચાલ્યા કરે છે
એક આહટ પથ્થરોની જેમ ફેકાયા કરે છે
ને વિચારો કાચ્ બટકી જાય છે ચાલ્યા કરે છે
- અલ્પેશ "પાગલ"
ગઝલવિશ્વ જૂન ૨૦૦૮

આંખો ભીની થૈ ગૈ દિલને ટાઢક ટાઢક લાગે છે
દોસ્ત હવે તો આંસુઓ પણ અગ્નિશામક લાગે છે

રડતાં રડતાં હસતા લોકો હસતાં હસતાં રડતા'તા.
સંજોગોના સ્ટેજ ઉપર જિવવું પણ નાટક લાગે છે

ઝાડ ઉપર એક માળામાં એક પંખી કેવું બેઠું છે
જાણે મા ના ખોળામાં સૂતેલું બાળક લાગે છે

આજ રમે છે મનની અંદર ખિસકોલી ને હોલાઓ
હુ ય ટબુકલો હોઉ એવુ સાવ અચાનક લાગે છે

"પાગલ" ચાલો કડવી વાતો હુ સૌને સમજાવી દઉં
આજે જોજો મારી ગઝલો કેવી સ્ફોટક લાગે છે
- અલ્પેશ "પાગલ"
શહિદે ગઝલ (સપ્ટે - નવે. ૨૦૦૮)
કુમાર (ડિસેમ્બર ૨૦૦૮)

લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?
બંધ અમારા આંસુઓનો રોજ સિફત થી તોડે છે.

અણસમજુ માણસ છે દિલનો કાચ તુટે ને રોવે છે
ને એક માણસ શાણૉ છે શિશાથી પથ્થર ફોડે છે.

પંખી પંખી કલરવ કલરવ ચીસો ચીસો બીજુ શું
કાઇ નથી બસ વ્રુક્ષ તૂટ્યુ છે બાકી સઘળું ઓ કે છે

હુ ચાહુ છું આ દુનિયાને એ પણ મુજને ચાહે છે
સાવ જ ખોટું હુ બોલું છુ એ પણ ખોટુ બોલે છે.

"પાગલ" તો છે બીકણફોસી ખુદ ખુદ્થી ડરનારો છે
બુઢ્ઢી ઈચ્છા ખાંસે છે તો સાવ અચાનક ચોકે છે.
- અલ્પેશ "પાગલ"
શહિદે ગઝલ (સપ્ટે - નવે. ૨૦૦૮)

Friday, July 4, 2008



ना जाने क्यां किया कै निगाहे उछालके,
झालिम वो ले गया है कलेजा निकालके।

उसकी निगाहे-शौकने उलझाके रख दिया,
सौ सौ जवाब देती है इक ही सवालके।

तन्हाईओके वक्तमे मै काम आउंगा,
बिस्तरके पास रख मेरे किस्से संभालके।

मैने कहा जो सच तो वो भी बेअसर रहा,
वो झूठ कह रहा था हकिकत मे ढालके।

देख्रे दवाई कडवी सी क्या काम देती है,
मै मेरे गमको पी गया अबके उबालके।

'पागल' कुरेदता है वो झख्मे हयातको,
वो रोझ पूछता है खबर हालचालके ।
-अल्पेश 'पागल'

ક્યારેક મોહરું હાસ્યનું ટીંગાડી દો ખીંટીં ઉપર,
ને આંસું સાથે છુટથી ક્યારેક ઓગળતા રહો.
- અલ્પેશ 'પાગલ'
આ ક્યાય લઈ જાતા નથી રસ્તા કદી-કદી,
અટવાયા કરતા હોય છે પગલા કદી-કદી.
- અલ્પેશ 'પાગલ'
સળગે પતંગા માત્ર કઈ એવો નથી નિયમ,
આજે ફના થઈ જાય છે શમ્મા કદી-કદી.
- અલ્પેશ 'પાગલ'

જ્યાં સુધી એક-બે ઝખ્મ કળતા હશે,'પાગલ' આ શબ્દ સળવળતા રહેશે નકી,
જ્યા સુધી બળતી શ્બ્દોની શમ્મા હશે, જિંદગી ચાલશે, ચાલવી જોઈયે.
- અલ્પેશ 'પાગલ'